Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કાલીન્દ્રી નદીના કોઝવેમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના કાલીન્દ્રી નદીના કોઝવેમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરના લાભનગર વિસ્તારમાં રહેતા શખ્સે ક્લીન્દ્રી નદીના કોઝવે નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી 87 બોટલ દારૂ મળી આવ્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ખોડાભાઈ ભરતભાઇ કગથરા રહે.લાભનગર વાળાએ પોતાના ઘર સામે કાલીન્દ્રી નદીના કોઝવેમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી 87 બોટલ દારૂ કિંમત રૂ.43,500 મળી આવતા પોલીસે ખોડાભાઈને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments