Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 26 ઘેટાં-બકરાનો જીવ બચાવ્યો

મોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 26 ઘેટાં-બકરાનો જીવ બચાવ્યો

મોરબી : મોરબીમાં રવિરાજ ચોકડી પાસે ક્રુઝરમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 26 પશુઓને ગૌરક્ષકોએ બચાવી લઈ પાંજરાપોળમાં મૂકી જીવદયાનું કાર્ય કર્યું છે.

મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળને બાતમી મળેલ કે કચ્છ બાજુથી રાજકોટ તરફ ક્રુઝરમાં જીવ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે ગૌરક્ષકો મોરબી બાયપાસ રવિરાજ ચોકડીએ વોચ રાખતા GJ 03 Z 9921 નંબરની નીકળતા તેને ચેક કરતા તેમાંથી 26 ઘેટા- બકરાને ક્રુરતાપૂર્વક સીટ કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે તેવી રીતે રાખવામાં આવ્યા હતા.

ક્રુઝર ચાલકની પૂછપરછ કરતા તેમને જણાવેલ કે આ પશુઓને રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ 26 જીવોને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ-દિલ્હી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને મોરબી પોલીસના સહયોગથી બચાવી મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments