Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રંગપર નજીક વાહન સરખી રીતે ચલાવવા બાબતે બે યુવાન ઉપર પાઇપ-લાકડી...

મોરબીના રંગપર નજીક વાહન સરખી રીતે ચલાવવા બાબતે બે યુવાન ઉપર પાઇપ-લાકડી વડે હુમલો

મોરબીના રંગપર – જેતપર રોડ ઉપર વેગનાર કારની સાઈડ કાપી અકસ્માત સર્જાઈ તેવી રીતે બોલેરો ડિવાઈડરની કટ્ટમાં ટર્ન મારનાર બોલેરો ચાલકને વાહન સરખી રીતે હંકારવાનું કહેનાર વેગનાર ચાલક ઉપર હુમલો કરી બે શખ્સોએ રોડ ઉપર આતંક મચાવ્યો હતો. આ બનાવ સમયે વેગનાર ચાલકને વચ્ચે છોડાવવા આવનાર પેટ્રોલપંપમા નોકરી કરતા યુવાન ઉપર પણ બન્ને શખ્સો હુમલો કરી હેમરેજ જેવી જીવલેણ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામે રહેતા અને ઇન્ડુંસ ટાવરમાં કામ કરતા ફરિયાદી વિરેન્દ્રસિંહ વેસુભા ઝાલા નોકરી ઉપરથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રંગપર જેતપર રોડ ઉપર વિરાટનગર નજીક તરલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે જીજે – 36 – ટી – 713 નંબરના બોલેરો ચાલકે અચાનક વેગનારની સાઈડ કાપી ગાડી ડિવાઈડરની કટ્ટમાં વાળતા ફરિયાદી વિરેન્દ્રસિંહ ઝાલાએ બોલેરો ચાલક મહેશ છના ભરવાડ રહે.રફાળેશ્વર વાળાને ગાડી સરખી ચલાવવાનું કહેતા આરોપી મહેશ છના તેમજ અન્ય એક બોલેરો ચાલક પોતાની ગાડી ઉભી રાખી પાઇપ તેમજ કુંડળી વાળી લાકડી લઈને આવ્યા હતા અને વિરેન્દ્રસિંહને બેફામ માર મારતા રાડા રાડી થતા પેટ્રોલપંપમાં નોકરી કરતા રંગપર ગામના યોગેન્દ્રસિંહ ઝાલા દોડી આવતા બન્ને આરોપીઓએ તેમને પણ માર મારી માથામાં હેમરેજ કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments