Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પાનેલી ગામે બોલેરો ગાડી હડફેટે 11 માસના બાળકનું મોત

મોરબીના પાનેલી ગામે બોલેરો ગાડી હડફેટે 11 માસના બાળકનું મોત

મોરબી તાલુકાના પાનેલી ગામે જીઆઈડીસીના પાણીના ટાંકા પાસે મજૂરી કામ કરી રહેલા મધ્યપ્રદેશના વતની પરિવારનું 11 માસનું બાળક રમતું હતું ત્યારે બોલેરો ચાલકે બાળકને હડફેટે લઈ લેતા માસૂમ બાળકનું મૃત્યુ નિપજતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં મોરબીના ખાટકી વાસ નજીક ભાડાના મકાનમાં રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે – 36 – એક્સ – 5031 નંબરની બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26ના રોજ બપોરના સમયે પાનેલી ગામની જીઆઇડીસીના પાણીના ટાંકા પાસે તેમનો અગિયાર માસનો પુત્ર આશિષ રમતો હતો ત્યારે બોલેરો ચાલકે બેફિકરાઈથી પોતાની બોલેરો ચલાવી આશિષને ટાયર હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા આશિષનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments