Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના સાપકડા ગામે ખનીજચોરી ઝડપી લેતી રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડ, હિટાચી, ડંમ્પર મળી...

હળવદના સાપકડા ગામે ખનીજચોરી ઝડપી લેતી રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડ, હિટાચી, ડંમ્પર મળી 1 કરોડનો મુદ્દામાલ કબ્જે

(મયુર રાવલ હળવદ) હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન કરતા હિટાચી અને ડંમ્પર સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ હવાલે કરી ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે,ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે, છતાં સ્થાનિક તંત્ર ને દેખાતુ નથી હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજકોટ ફલાઈગ સ્કોવડ દડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દરમિયાન હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદના આધારે રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડ ટીમેં દરોડો પાડીને 70 લાખનું હિટાચી અને 60 લાખનું ડંમ્પર કબજે કર્યુ હતું. ખાણખનીજ વિભાગે દરોડો પાડયો ત્યારે હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડંમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પુછપરછ કરતા ડંમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું હાલતો ખાણખનીજ વિભાગે ડંમ્પર જીજે -36 એક્સ 0051 અને હિટાચી કબજે કરવામાં આવ્યાં છે. હળવદ પોલીસ સ્ટેશનમાં હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments