Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રનગરની ક્રાંતિ જ્યોત સોસાયટીના રહીશોએ અડધી રાત્રે પાણીના પોકાર કર્યા

મોરબીના મહેન્દ્રનગરની ક્રાંતિ જ્યોત સોસાયટીના રહીશોએ અડધી રાત્રે પાણીના પોકાર કર્યા

મોરબીના મહેન્દ્રનગરના ક્રાંતિ જ્યોત સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણી આવતું ન હોય રહીશો પાણી પ્રશ્ને રજુઆત કરવા મોડી રાત્રે સંપે દોડી ગયા હતા. જ્યાં તેઓએ અધિકારીઓને કહ્યું હતું કે સાહેબ બે હાથ જોડીએ, અમને પાણી આપો. અત્યારે ટેન્કર ઉપર જ નિર્ભર છીએ.

આ અંગે વિગતો આપતા સ્થાનિક મિતેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું કે મહેન્દ્રનગરમાં આવેલ ક્રાંતિજ્યોત સોસાયટીમાં 2 હજાર જેટલા લોકો રહે છે. અહીં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેથી ગત રાત્રીના સમતે 60 જેટલા સ્થાનિકો ભરતનગર સંપે રજુઆત કરવા દોડી ગયા હતા. અહીં અગાઉથી જ પાણીનો પ્રશ્ન છે. છતાં કાપ મૂકવાની વાત મળી છે. હાલ તો રજુઆત કરી છે છતાં પાણી પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ધારાસભ્યને રજુઆત કરીશું. જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન પણ કરીશું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments