Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી: બે યુવાન અને મહિલા કોરોના સંક્રમિત

મોરબી જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી: બે યુવાન અને મહિલા કોરોના સંક્રમિત

મોરબી : રાજ્યભરમાં ફરી એકવાર કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઇ છે. જેમાં મોરબીના બે યુવાન અને ટંકારાના મહિલા કોરોના સંક્રમિત બન્યાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. જો કે, ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોય લોકલ હિસ્ટ્રી હોવા છતાં કોરોના વળગ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ છેલ્લા બે વર્ષમાં કોરોના સંક્રમણ નહિવત રહ્યા બાદ દેશ અને રાજ્યમાં કોરોનાના નવા કેસો સામે આવવાનું શરૂ થયા બાદ છેલ્લા બે દિવસમાં જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં મોરબીના 24 અને 34 વર્ષીય બે પુરુષ તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારની 44 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત બન્યાનું જાહેર થયું છે. જો કે, મોરબીના બન્ને યુવાન હોમ આઇસોલેટ છે જ્યારે ટંકારાના મહિલાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે સતાવાર જાહેર કર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments