Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી: “અમારી સાથે એક વૃક્ષ વાવો” – મિશન નવભારત મોરબી જિલ્લાનો પર્યાવરણીય ઉપક્રમે મિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી “અમારી સાથે એક વૃક્ષ વાવો” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યો માટે વિવિધ સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામ દામજી ભગત, મોરબી RFO એસ.બી. ભરવાડ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમભાઇ અમૃતિયા, મકનસર પાંજલાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી દ્વારા મિશન નવભારત મોરબી જિલ્લા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments