Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા સીલ કરાલી 7 મિલકતોની ટૂંક સમયમાં હરાજી કરશે

મોરબી મનપા સીલ કરાલી 7 મિલકતોની ટૂંક સમયમાં હરાજી કરશે

3750 મિલકત ધારકોને વેરા બાકી હોય વોરંટ બજવણી કરાઈ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તારીખ 01-04-2025 થી 04-06-2025 સુધી 10 હજારથી 50 હજાર સુધીની રકમ બાકી હોય તેવા 3750 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે. જેમાં ટેક્સ શાખા દ્વારા 7 મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ સીલ કરાયેલી મિલકતની ટૂંક સમયમાં હરાજી કરીને બાકીની રકમની વસુલાત કરવામાં આવશે.

વર્ષ 2025-26માં પણ ટેક્સ શાખા દ્વારા 2-24-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જૂન સુધીમાં મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. મિલકત વેરો ભરપાઈ કરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઈન ટેક્સ ભરવા જણાવાયું છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે, રેલવે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેક્સ ભરી શકાશે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરો તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments