Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsદારૂ ભરેલી કારનો ચાલક વઘાસિયા ટોલનાકાનું બેરીકેટ તોડી પોલીસના વાહનોને નુકશાન કરી...

દારૂ ભરેલી કારનો ચાલક વઘાસિયા ટોલનાકાનું બેરીકેટ તોડી પોલીસના વાહનોને નુકશાન કરી નાસી છૂટ્યો

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચોટીલા તરફથી વિદેશી દારૂ ભરી કિયા કાર પસાર થનાર હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે વઘાસિયા ટોલનાકે વાહનોની આડશ ગોઠવી કારને રોકવા પ્રયાસ કરતા કાર ચાલક વાહનો ઉડાવી બેરીકેટ તોડી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમારે જીજે – 36 – આર – 1935 નંબરના કિયા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, જીજે – 36 – આર – 1935 નંબરની કિયા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.આ બાતમીને પગલે વઘાસિયા ટોલનાકે પોલીસે ખાનગી કાર સહિતના વાહનો અને બાઈકની આડશ કરી કારને રોકવા પ્રયાસ કરતા કાર ચાલક ઉભો રહેવાને બદલે પુરપાટ ઝડપે પસાર થઈ ટોલનાકાનું બેરીકેટ તોડી વાહનોને નુકશાન કરી નાસી ગયો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments