કોંગ્રેસ રસ્તા રોકો આંદોલનની ધમકી ન આપે, જ્યાં કેનાલના પાણીનો બગાડ થાય છે ત્યાં જઈ બગાડ અટકાવે : કાંતિલાલ અમૃતિયા
મોરબી : કોંગ્રેસ દ્વારા સિંચાઈ પ્રશ્ને આવતીકાલે શુક્રવારે હળવદ- કચ્છ હાઇવે ઉપર રસ્તા રોકો આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્ય કાંતિલાલે આ મામલે જણાવ્યું કે આજે રાત્રે બ્રાહ્મણી ડેમ ભરાઈ જાય એટલે મોરબીના ગામોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવનાર છે.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે માળિયા કેનાલમાં પાણી આવી ગયું છે. મચ્છુ-2 ડેમમાં પાણી ઓછું આવે છે તે વધારવાના પ્રયત્નો ચાલુ છે. જ્યારે બ્રાહ્મણી ડેમ આજે આખો ભરાઈ જશે. જેથી રાત્રે પાણી છોડવામાં આવશે. આ પાણી મોરબી તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પહોંચતું થઈ જશે. આ પાણી ઢાંકીથી 150 કિમિ દૂરથી આવે છે.
અંતમાં ધારાસભ્યએ જણાવ્યું કે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કરવાને બદલે કેનાલએ જવાની જરૂર છે. હું ખેડૂતો સાથે માથાભારે ગામોમાં જઈ પાણીનો બગાડ રોકુ છું પછી પાણી અહીં સુધી આવે છે. કોંગ્રેસ કેનાલ એ જઈને પાણીનો બગાડ રોકી બતાવે તો કામ કર્યું ગણાય.










