Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સબ જેલમાં કેદીનો ફોનમાં વાત કર્યાનો વિડીયો વાયરલ થવા મામલે તપાસનો...

મોરબી સબ જેલમાં કેદીનો ફોનમાં વાત કર્યાનો વિડીયો વાયરલ થવા મામલે તપાસનો ધમધમાટ

વિડીયો ક્યારનો ? અને કઈ રીતે ઉતર્યા ?, તે દિશામાં તપાસ શરૂ, કસૂરવાર સામે પગલા કાર્યવાહી કરાશે : જેલ અધિક્ષક

મોરબી : મોરબી સબ જેલમાં એક કેદી ફોન ઉપર વાત કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાતરલ થયો છે. ત્યારે જેલમાં કેદીઓને સુખ સુવિધાઓ આપવામાં આવતી હોવાની ચર્ચાઓ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સબ જેલમાં 302નો આરોપી જેલની કચેરીમાં ફોન ઉપર વાત કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે જાણકારોના જણાવ્યા અનુસાર કેદીને તેમના પરિવાર સાથે વાત કરવા મળતી હોય છે પણ તેના નિયમો હોય છે. તેના માટેના અલગ વ્યવસ્થા હોય છે પણ કચેરીમાં કેદી ફોન ઉપર વાત કરી રહ્યો હોય જે શંકાસ્પદ લાગી રહ્યું છે. જેમાં જેલમાં અલાયદી વધારાની સુવિધા આપવામાં આવી રહી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

આ મામલે જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલે કહ્યું કે આ વિડીયો ક્યારનો છે ? કઈ રીતે વાયરલ થયો ? વિડીયો ક્યાં ઉતારવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવશે. જે કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments