Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની સમજ આપવા ચિત્ર, ઓડિયો, વીડિયો...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની સમજ આપવા ચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધા યોજાશે

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને નવા ત્રણ કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રણેય નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 વિશે માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તારીખ 6 જૂનથી 15 જૂન સુધી યોજાશે. જેમાં ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવનારને 2000 થી 20,000 સુધીના રોકડ ઈનામો આપવામાં આવશે. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનારને 5000 દ્વિતીયને 3000, તૃતીયને 2000 તથા ઓડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને 15,000, દ્વિતીયને 10,000 અને તૃતીયને 5000 તથા વીડિયો સ્પર્ધામાં પ્રથમ આવનારને 20,000, દ્વિતીયને 15,000 અને તૃતીયને 10,000 ઈનામ આપવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments