Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નામ નોંધણીનો કેમ્પ યોજાશે

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નામ નોંધણીનો કેમ્પ યોજાશે

મોરબી : સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને 30 ચો.મી. થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછી સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર (બાલ મંદિર), રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાન મંદિર આગળ બગીચામાં, સાંઈ બાબા મંદિર રણછોડ નગર વી.સી.પરા, શક્તિ મા મંદિર શનાળા અને દલવાડી સર્કલ, 25 વારીયું વગેરે જગ્યાએ નોંધણી કરાવી શકાશે. અત્યાર સુધીમાં મોરબી શહેરી હદ વિસ્તારના 162 ઘર વિહોણા પરિવારોએ BLC ઘટકના કેમ્પનો લાભ લીધો છે. ત્યારે BLC ઘટકનો લાભ લેવા માંગતા બાકી રહેતા શહેરીજનો મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments