Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના અમરસર ગામે દેકારો કરવા મુદ્દે યુવકને માર માર્યો

વાંકાનેરના અમરસર ગામે દેકારો કરવા મુદ્દે યુવકને માર માર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા અમરસર ગામે એક શખ્સ શેરીમાં દેકારો કરી ગાળો બોલતો હોય ત્યારે યુવક બજારમાં જતા હોય ત્યારે આરોપી ભેગા થતા યુવકે આરોપીને કહેલ તું કેમ શેરીમાં ગાળો દેકારો કરતો હતો જેથી આરોપી ગાળો દેવા લાગેલ ગાળો આપવાની ના પાડતાં આરોપીએ યુવકને ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી મુકેશભાઈ વેરશીભાઈ સિતાપરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શેરીમા દેકારો કરતા હોય અને ગાળો બોલતા હોય અને સાંજના સાતેક વાગ્યાના અરશામા ફરીયાદી બજારમા જતા હોય ત્યારે આરોપી ભેગા થતા ફરીયાદીએ આરોપીને કહેલ કે તુ કેમ શેરીમા દેકારો કરતો હતો જેથી આરોપી ફરીયાદીને ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઈને ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ અને પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઇ આવી ધોકા વતી ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments