Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્લાસ્ટિક માટે 86, કચરો સળગાવતા 2, યુરીનેશન કરતા 2, પાણી ઢોળતા...

મોરબીમાં પ્લાસ્ટિક માટે 86, કચરો સળગાવતા 2, યુરીનેશન કરતા 2, પાણી ઢોળતા એકને દંડ ફટકાર્યો

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. 3 જૂનથી 10 જૂન દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા કુલ 86 આસામી પાસેથી રૂ. 30,150નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 2 આસામી પાસેથી રૂ. 4000, જાહેરમાં યુરીનેશન કરતા 2 આસામી પાસેથી રૂ. 300નો દંડ વસુલવામાં આવ્યો છે. સાથે મહાપાલિકાએ જાહેરમાં પાણી ઢોળતા લોકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી છે.

આ દરમ્યાન તા. 9 જુનના કમિશ્નર દ્વારા ઝોન નં. 4ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં કમિશ્નર દ્વારા ઝોન – 4ના સફાઈ કર્મચારીની હાજરી, ડોર ટુ ડોર કચરા કલેક્શન તથા વિવિધ GVPનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા એક આસામીને લાલ નોટિસ આપવામાં આવી હતી. ભીમસર પાસે જાહેરમાં પશુ રાખવા માટેના શેડનું ડીમોલેશન કરવામાં આવેલ તથા જાહેરમાં પાણી ઢોળવા બદલ એક આસામી પાસેથી રૂ. 200 તથા જાહેરમાં C&D વેસ્ટ ડમ્પ કરવા બદલ રૂ. 500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકની લાલપર ખાતે આવેલ ડમ્પરસાઈટની વિઝીટ કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત સબ જેલ રબારી વાસ, આસ્વાદ પાન, કપિલા હનુમાન, કન્યા છાત્રાલય ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલા નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments