Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયાસથી વાંકાનેરની જાલી ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઈ

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયાસથી વાંકાનેરની જાલી ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઈ

વાંકાનેર તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી બિન હરીફ થઈ ચુકી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયત્નોથી જાલી ગ્રામ પંચાયતના સરપંચ પદના બંને ઉમેદવારો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી ગામમાં સમરસ ચૂંટણી યોજવા અંગે સૂચન કર્યું હતું.

ગામમાં એકતાની ભાવના જળવાય રહે તે હેતુથી ગામના આગેવાનો પણ સહમતી દર્શાવી જીતુભાઈના આગ્રહને માન આપી ચૂંટણી સમરસ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં સરપંચ પદના હરીફ ઉમેદવાર દિનેશભાઈ રાતૈયા દ્વારા ગામના હીત માટે મોટું મન રાખી પોતાની ઉમેદવારી પરત ખેંચવા તૈયારી દર્શાવી હતી ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના અંતીમ દિવસે દિનેશભાઈ દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચતા જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂભાઈ સરૈયા બિન હરીફ થયા હતા અને સમરસ ચૂંટણી થતા ગામ લોકોએ પણ હર્ષની લાગણી અનુભવી હતી.

આ તકે જાલી  ગ્રામ પંચાયત બિન હરીફ કરી સમરસ ચૂંટણી યોજવા પાડધરા પૂર્વ સરપંચ રાજનભાઈ ડૈણિયા , માલધારી સમાજના અગ્રણી ડાયાભાઈ સરૈયા, ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોર, તેમજ ઠાકોર સમાજના યુવા આગેવાન અજીતભાઈ ઠાકોર, રામજીભાઈ સોમાભાઈ, રઘુભાઈ કુકાવા, મગનભાઈ કુકાવા, જેરામભાઈ નંદેસરિયા, સહિતના આગેવાનો હાજર રહી ગ્રામ પંચાયત સમરસ કરાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments