Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં દેત્રોજા પરિવારે માણેકવાડા શાળાને સરસ્વતી મંદિર અર્પણ કર્યું

સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં દેત્રોજા પરિવારે માણેકવાડા શાળાને સરસ્વતી મંદિર અર્પણ કર્યું

મોરબીના માણેકવાડા ગામના વતની દિલીપભાઈ પ્રભુભાઈ દેત્રોજા દ્વારા તેમના સ્વર્ગસ્થ માતા જયાબેનની સ્મૃતિમાં માણેકવાડા પ્રાથમિક શાળામાં સુંદર, આકર્ષક એવું આરસના પથ્થરથી નિર્મિત ત્રણ શિખરથી શોભાયમાન એવું ભવ્ય દિવ્ય મંદિર આજરોજ દેત્રોજા પરિવાર દ્વારા મા સરસ્વતીની આરાધના કરી મૂર્તિ મંદિરમાં સ્થાપન કર્યા બાદ શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણી દ્વારા દિલીપભાઈનું સન્માન સાથે આભારની લાગણી વ્યક્ત કરી દાતા પરિવારના પ્રેરક કાર્ય થકી સમાજમાં એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી નવો રાહ ચિંધ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ શિક્ષકો અને બાળકો સહભાગી થયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments