Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસેનેટરી વેર ઉદ્યોગ પાસે પણ નિકાસ વધારવાની અનેક તકો: નિલેશ જેતપરીયાએ આપ્યા...

સેનેટરી વેર ઉદ્યોગ પાસે પણ નિકાસ વધારવાની અનેક તકો: નિલેશ જેતપરીયાએ આપ્યા પોતાના મંતવ્ય

મોરબીનો સિરામીક ઉદ્યોગ વ્યાજબી ભાવ અને ક્વોલીટી પ્રોડક્ટના કારણે અનેક દેશોમાં ટાઇલ્સનું એકસપોર્ટ કરતો થયો છે. અમેરીકા , યુરોપ, અખાતના દેશો, રશીયા સહિત એશિયાઇ દેશોમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ એકસપોર્ટ કરી રહ્યો છે. ઉધોગકારોએ જે તે દેશામાં ચાલતી પ્રોડક્ટ , ડીઝાઇન અને વૈશ્વિક ગુણવત્તાને ધ્યાને લઇ તે પ્રમાણે ટાઇલ્સ બનાવી એકસપોર્ટ કરી રહ્યા છે. ત્યારે સેનેટરી વેર ઉદ્યોગ પાસે પણ નિકાસ વધારવાની અનેક તકો છે. જે અંગે કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેષ જેતપરીયાએ પોતાના મંતવ્ય આપ્યા છે.

જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારતમાંથી મુખ્યત્વે સેનેટરી વેર્સની નિકાસ થાય છે તેમા સૌથી વધુ નિકાસ સિરામિકની જેમ અમેરિકામાં જ થાય છે. ત્યાં અંદાજે રૂ.૧૮૬ કરોડની નિકાસ થાય છે અને બીજા નંબરે યુએઇ છે. જ્યાં રૂ. ૧૨૧ કરોડની નિકાસ કરવામા આવે છે. ત્યારબાદ નેપાળમા રૂ. ૯૫ કરોડની નિકાસ અને ચોથા નંબરે જર્મનીમાં રૂ. ૭૭ કરોડની નિકાસ થાય છે. પાંચમા નંબરે સાઉદી અરેબીયા છે. જ્યાં રૂ.૭૩ કરોડની નિકાસ થાય છે.

તાજેતરમા જ ગલ્ફના દેશોમા એન્ટીડમ્પિંગ ડયુટી નાંખવામા આવી છે અને તેના કારણે મોરબી અને થાનગઢથી ગલ્ફના દેશોમા નિકાસ કરનાર કંપનીઓને આની માઠી અસર પડી શકે છે. પરંતુ યુએઇમા સેપા (CEPA) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાના કારણે ત્યા હજુ નિકાસ યથાવત રહેશે. ત્યારે ગલ્ફના અન્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત , કતાર અને બેહરીનમા એન્ટીડમ્પિંગ લાગવાનુ ટુંક સમયમા શરૂ થશે અથવા શરૂ થઇ ગયુ છે. ત્યારે આ ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય છે. પરંતુ આફતને અવસરમા પલટવાની તાકાત હંમેશા મોરબીના ઉદ્યોગકારોમાં રહી છે.

અમેરીકાની વાત કરીએ તો ત્યા સૌથી વધુ એક્સપોર્ટ ભારતમાથી થઇ રહ્યુ છે. પરંતુ તે એક્સપોર્ટમા મુખ્યત્વે કોહલર જેમનુ એકસપોર્ટ આશરે રૂ. ૧૧૯ કરોડનુ છે. બીજા નંબરે સેન્ટીની છે જેનું આન્ધ્રપ્રદેશમા ઉત્પાદન થાય છે અને ત્રીજા નંબરે ટોટો કંપનીનું છે. આ જાપાનની કંપની ઉત્પાદન ગુજરાતમાં કરે છે. આ મલ્ટીનેશનલ કંપનીઓ જે ગુજરાતમા જ મોટાપાયે પોતાનુ ઉત્પાદન કરે છે અને અમેરીકા અને યુરોપના દેશોમા એક્સપોર્ટ કરી રહી છે.

મોરબીના ઉદ્યોગકારો દ્વારા અમેરીકા અને યુરોપના માર્કેટમા ચાલતી પ્રોડકટ બનાવવા માટે જો સામુહીક પ્રયત્ન કરવામા આવે તો સેનેટરી વેર ઉદ્યોગ પણ ટાઇલ્સની જેમ મોટુ માર્કેટ મેળવી શકે તેમ છે. કારણકે ત્યા ચાલતી પ્રોડક્ટસની ડીઝાઇન અને તેના સ્ટાન્ડર્ડ મુજબ માલ બનાવવો પડે અને તે બનાવવામા મોરબીની કવાલીટીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ ત્યા ચાલતી ડીઝાઇન અને કનેકટીંગ ડાયમેન્સન મુજબ પ્રોડકટ બનાવવી પડે. તેના માટે સામુહિક પ્રયત્નો થકી સફળ થઇ શકાય છે. કારણ કે નવી પ્રોડકટ બનાવવા માટે મોલ્ડ બનાવવા પડે અને અમેરીકામા વધુ ચાલતા મોડલમા ૮-૧૦ મોડલમા જ ૯૦% વેપાર છે અને દરેક ઉદ્યોગકાર જો અલગ અલગ મોલ્ડ બનાવે તો ખર્ચ પણ વધે અને દરેક કંપનીની પ્રોડક્ટમાં પણ થોડો ફરક રહે. ત્યારે જો ૮-૧૦ પ્રોડક્ટસના સામુહીક મોલ્ડ બનાવવામા આવે તો અમેરીકામા નિકાસ કરવામા ઘણુ જ સરળ રહે અને એક નવુ માર્કેટ મોરબીના ઉદ્યોગોને મળી શકે. ત્યારે આવનાર સમયમા સેનેટરી વેર ઉત્પાદકો ટાઇલ્સની જેમ વૈશ્વિક માર્કેટને ધ્યાનમા લઇને ચાલશે તો આ ઉદ્યોગને બચાવી શકાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments