Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadમોરબીમાંથી ચોરાયેલા બે બાઇક સાથે બે શખ્શો ઝડપાયા

મોરબીમાંથી ચોરાયેલા બે બાઇક સાથે બે શખ્શો ઝડપાયા

મોરબીની રવિવારી બજાર અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર અને પલ્સર બાઇક સાથે બે શખ્સો હળવદમાં પકડાયા છે. હળવદ પોલીસે બન્ને બાઇક કબ્જે લઈ પકડાયેલા બે શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે બે શખ્સો નીકળતા તેઓની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બન્ને શખ્સો મહેશભાઇ રાજુભાઇ વઢીયાર હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ અને મનોજભાઇ વરસીંગભાઇ જહાચીયા વઢીયારા હાલ રહે. હળવદ જીન પ્લોટ વિસ્તારવાળાની આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોરબીના જુના બસ સ્ટેશન તથા મોરબી પાડા પુલ નીચે રવિવારી બજારમાથી બે મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા સ્પ્લેન્ડર અને પલ્સર બાઇક રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ બહાદુરસિંહ, પો.કોન્સ. યુવરાજસિંહ નીરૂભા હરપાલસિંહ રાજુભાઇ, મુકેશભાઇ રઘુભાઈ રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments