Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જેતપર રોડ ઉપરથી બે શખ્શો દારૂ-બિયર સાથે ઝડપાયા: બે ફરાર

મોરબીના જેતપર રોડ ઉપરથી બે શખ્શો દારૂ-બિયર સાથે ઝડપાયા: બે ફરાર

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં વિનાયક વે બ્રિજ પાછળ વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યુ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી મોરબીના બે શખ્સો વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 70 ટીન સાથે ઝડપાઇ ગયા હતા.જો કે, દરોડા દરમિયાન દારૂ સપ્લાય કરનાર બે શખ્સ નાસી ગયા હતા.

મોરબી એલસીબી ટીમે જેતપર પીપળી રોડ ઉપર વિનાયક વે બ્રિજ પાછળ વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી ઈમ્તિયાઝ મુસ્તુફાભાઈ સિપાઈ રહે.પંચાસર રોડ, જનક સોસાયટી અને ધ્રુવ કાંતિલાલ ફુલતરિયા રહે.રવાપર રોડ, બોનીપાર્ક નામના બે શખ્સ વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 70 ટીન કિંમત રૂપિયા 37,000 સાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓની પૂછતાછમા દારૂ બિયરનો આ જથ્થો રંગપર ગામના જનકસિંહ ઝાલા અને રાજસ્થાની ડ્રાઇવર પાસેથી મેળવ્યાનું કબુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments