Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી ભારે શોક

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી ભારે શોક

અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશીયલ મીડિયામાં વિગતો જાહેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે તેઓએ તુરંત જ આ પોસ્ટ ડીલીટ પણ કરી નાખી હતી. બાદમાં સી.આર.પાટીલે સતાવાર વિગતો જાહેર કરી છે.

અમદાવાદમાં આજે એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન લંડન જઈ રહ્યું હતું. જેમાં 242 લોકો સવાર હતા. આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. તેઓ પોતાની લંડન રહેતી દીકરીને મળવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓનું નિધન થયું છે. તેવી માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશીયલ મીડિયામાં જાહેર કરી હતી. બાદમાં ડીલીટ કરી નાખી હતી. બીજી તરફ સી.આર.પાટીલે સાંજે આ મામલે સત્તાવાર જાહેરાત કરી વિજયભાઇના નિધનના સમાચાર આપ્યા છે. હાલ ભાજપ અગ્રણીઓ વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments