Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક કુદરતી હાજતે ગયેલા યુવાનનું ડેમુ ટ્રેનની ઠોકરે કમકમાટીભર્યું મોત

મોરબી નજીક કુદરતી હાજતે ગયેલા યુવાનનું ડેમુ ટ્રેનની ઠોકરે કમકમાટીભર્યું મોત

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક સિરામિક ફેકટરીમાં મજૂરી કામ કરતો રાજસ્થાનનો વતની યુવાન રાત્રીના સમયે રેલવે ટ્રેક ઉપર કુદરતી હાજતે જતા ડેમુ ટ્રેન હડફેટે આવી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના નકસોદા ગામનો વતની અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલ કોરલ ગ્રેનાટો સિરામિક ફેકટરીમાં કામ કરતો ભોલું રામભરોસી ગુર્જર ઉ.26 નામનો યુવાન ગત તા.11ના રોજ આઠેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાટર્સથી કુદરતી હાજતે જવા માટે રેલવે ટ્રેક બાજુ ગયો હતો.બરાબર આ સમયે ડેમુ ટ્રેન પસાર થતા ટ્રેન હડફેટે આવી જતા શરીરના કમરના ભાગથી શરીરના બે ટુકડા થઈ જતા ભોલુંનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments