પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે જીવનદીપ બુઝાવાથી મેં ભારે મોટો આંચકો અનુભવ્યો છે. અમોએ સાથે વિદ્યાર્થી પરિષદમાં કામ કરેલું ત્યારથી પાંગરેલો પરિચય આત્મીયતા ભર્યો રહેલો. તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ પડી છે, એટલું જ નહીં અનેક કાર્યકર્તાઓ સાથેના તેમના સંબંધો માં એક ખાલીપો ઉભો થયો છે. તે વણપુરાયેલો રહેશે, તેઓ હકારાત્મક રાજનીતિના પુરસ્કર્તા હતા, પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.. બ્રિજેશ મેરજાવધુમાં બ્રિજેશ મેરજાએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ ને હૃદય પૂર્વક અદબભેર શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારને સાત્વના પણ પાઠવી છે.











