Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

મોરબી નજીક રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

મોરબી મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ. ૧,૩૧,૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૩૬,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સી.એન.જી.રીક્ષા રજીસ્ટર નં. GJ-13-AV-6820 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર તરફ આવનાર છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી સી.એન.જી. રીક્ષાની વોચમાં મકનસર ગામ એક્સેલ સીરામીક પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૨ કિં રૂ. ૧,૩૧,૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨,૩૬,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપી સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઇ કટીયા રહે.રતનપર ઢાળ વિસ્તાર તા.જી.સુરેંદ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક મહિલા સુરેંદ્રનગર ટાવર પાસે રહેતા પીંકીબેન માણેકનુ નામ ખુલતા બંન્ને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments