મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અમદાવાદના મેઘાણીનગરમાં આઇજીપી કેપાઉન્ડમાં તારીખ 12-6-2025 ને ગુરુવારના રોજ એર ઈન્ડિયા એર ઇન્ડિયા ફ્લાઈટ AI 171 ક્રેશ થવાની ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને ABVP મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. તેમજ ઘાયલ થયેલ લોકો જલ્દીથી જ સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.













