Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રાતીદેવડી ગામે 11 કિલો ગાંજા સાથે ખેડૂતને ઝડપી લેતી એસઓજી

વાંકાનેરના રાતીદેવડી ગામે 11 કિલો ગાંજા સાથે ખેડૂતને ઝડપી લેતી એસઓજી

અર્ધા સુકાયેલા ગાંજાના 190 છોડ સહિતનો 1.16 લાખનો મુદામાલ કબ્જે કરાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું અને તૈયાર ગાંજો વેચાણ કરવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડતા ખેતરમાં વાવેલ ગાંજાના અર્ધ સુકાયેલ 190 છોડવા સહિત 11 કિલોગ્રામથી વધુ ગાંજો મળી આવતા પોલીસે વૃદ્ધ ખેડૂતની ધરપકડ કરી એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં વાડી – ખેતર ધરાવતા આરોપી બચુભાઇ રાણાભાઈ સાકરીયાએ ગાંજાનું વાવેતર કરી પાક તૈયાર થઈ જતા વેચાણ કરવાની પેરવી કરી રહ્યા છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે દરોડો પાડતા આરોપી બચુભાઇના કબ્જામાંથી નશીલા ગાંજાના 190 અર્ધ સુકાયેલ છોડ ઉપરાંત ગાંજાના ડાખળા – પાંદડા સહિત 11 કિલોગ્રામ 660 ગ્રામ જથ્થો મળી આવતા કુલ રૂપિયા 1,16,600નો મુદ્દામાલ કબજે કરી આરોપી બચુભાઇ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી પી.આઈ એમ.આર.મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments