Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvad૭૦ વર્ષના વૃદ્ધાને ગંભીર બીમારીમાંથી સ્વસ્થ કરતી આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ

૭૦ વર્ષના વૃદ્ધાને ગંભીર બીમારીમાંથી સ્વસ્થ કરતી આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ

મોરબી : મોરબીનાં આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ એક ૭૦ વર્ષના વૃદ્ધાને ગંભીર બીમારી માંથી બહાર લાવી નવજીવન આપ્યું છે.

એક ૭૦ વર્ષના વૃદ્ધાને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે, વૃદ્ધાને છાતીમાં દુઃખાવો, ગભરામણ, તાવ અને શ્વાસ લેવા માં તકલીફ જેવી તકલીફો હતી અને વૃદ્ધાનું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજનનું લેવલ ઓછુ (૭૦%) છે,ઓક્સીજનની ઉણપ હોવાથી કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ કર્યું જેમાં ૧૨ લીટર/મિનીટ ના દરે આપવાની જરૂરિયાત પડી , વૃદ્ધાનું બી પી પણ ખુબ જ ઓછુ આવતું હતું જેના કારણે તેમને વધારે પાવર વાળા ઈન્જેકશન (Noradrenaline) શરુ કરવામાં આવ્યા. ત્યાર બાદ હદયનો ECG કરવામાં આવ્યો જેમાં હદયનો હુમલો હોઈ એવી શંકા જણાતા ટ્રોપાઈ નામનો રિપોર્ટ કરાવ્યો, રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ફર્મ થયું કે, વૃદ્ધાને હદયનો હુમલો આવ્યો છે. ત્યારબાદ એકસ રે દ્વારા જાણવામાં આવ્યું કે વૃદ્ધાને ફેફસામાં પણ વધારે પ્રમાણમાં ઇન્ફેકશન છે, કારણ કે તેમને ન્યુમોનિયા નામની બીમારી થઇ હતી. આગળ વધારે શંકા જતા હદયની સોનોગ્રાફી કરી જેમાં જણાય આવ્યું કે, તેમનું હદય ૩૦% જ કામ કરે છે.જ્યાં સામાન્ય માણસનું હદય ૬૦% કામ કરતું હોઈ માજીનું હદય ૫૦% થી પણ ઓછુ કામ કરતુ હતું. આટલી બધી બીમારી ના લીધે માજી ને આઈ.સી.યુ માં સારવાર માટે દાખલ કરવા માં આવ્યા. જ્યાં બીજા દિવસે વધારે પાવર વાળા ઈન્જેકશન અને કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ રાખ્યું. બીજા દિવસે માજી ને ઓક્સીજન ની જરૂરિયાત નહીવત થઇ ગઈ અને જે વધારે પાવર વાળા ઈન્જેકશન આપતા હતા તેની પણ જરૂરિયાત નહીવત થઇ ગઈ તાવ પણ જતો રહ્યો આઈ.સી.યુ. ની ટીમ અને ડોક્ટરો ની મહેનત રંગ લાવી અને ત્રીજા દિવસે માજી બિલકુલ સ્વસ્થ થયા અને તમને રજા અપાઈ. દર્દી અને તેમના સગા દ્વારા આયુષ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર સાહેબ નો આભાર માંનવામાં આવ્યો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments