Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 10 પશુઓને બચાવતા ગૌરક્ષકો

મોરબી નજીક ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 10 પશુઓને બચાવતા ગૌરક્ષકો

મોરબી : આજે તારીખ 15 જૂન ને વહેલી સવારે મોરબીમાં ગૌરક્ષકોએ ક્રુરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળી હતી કે કચ્છ તરફથી એક બોલેરો પીકપ ગાડીમાં બકાલાની ગ્રેટ ગોઠવીને નીચે પશુ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે વોચ ગોઠવીને કચ્છ માળીયા તરફથી આવતી GJ-12-CT-6934 નંબરની બોલેરો પીકપ ગાડીને ઉભી રાખીને તપાસ કરતા તેમાં 10 પાડા પૂરતા પૂર્વક દોરડાથી બાંધ્યા હતા. આ અંગે ડ્રાઇવરને પૂછપરછ કરતા તેની પાસે કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું અને આ પશુ કચ્છથી ભર્યા હતા અને જામનગર કતલખાને લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું જેથી ગૌરક્ષકોએ આ 10 પશુને છોડાવ્યા હતા અને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ રેડ ને સફળ બનાવનાર સાથી ગૌરક્ષકો : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ કે બી બોરીચા ,બજરંગ દળ મોરબી નગર અધ્યક્ષ ચેતનભાઇ પાટડીયા,પાર્થ ભાઈ નેસડિયા ગૌરક્ષક મોરબી અધ્યક્ષ,રામજીભાઈ રબારી ગૌરક્ષક,મનીષભાઈ કંજારીયા ગૌરક્ષકસાગરભાઇ ગૌરક્ષક,રાહુલભાઈ ગૌરક્ષક,સાવન ભાઈ ગૌરક્ષક લીમડીગૌરક્ષક જીવ દયા,ચોટીલા ગૌરક્ષક જીવદયા,ધાંગધ્રા ગૌરક્ષક જીવદયા ,વિરમગામ ગૌરક્ષક જીવદયા,કચ્છ ગૌરક્ષક જીવદયારાજકોટ ગૌરક્ષક જીવદયા
ભાઈઓનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments