મોરબી : મોરબીના ભગવતી સેવાયજ્ઞ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલના સાધન કોઈપણ પ્રકારના ભાડા વગર નિઃશુલ્ક આપવામાં આવશે. દર્દીઓને વ્હીલચેર, ટોયલેટ ચેર, લાકડી, વોકર, હોસ્પિટલ બેડ વગેરે સાધનો નિઃશુલ્ક આપવામાં આવશે. જે માટે મોરબીના આરાધના એપાર્ટમેન્ટ પાસે મૂનનગર પાસે આવેલા શ્રી ભગવતી મંડપનો સંપર્ક કરવા જણાવાયું છે. ડિપોઝિટ આપીને કોઈપણ જરૂરી સાધનો દર્દીઓને આપવામાં આવશે. સાધન પરત કરતાં ડિપોઝિટ પરત આપી દેવામાં આવશે. વધુ માહિતી માટે ભગવતી સેવાયજ્ઞના સંચાલક તેજશભાઈ બારા (મો.નં. 96878 99499) અથવા નેહલભાઈ કોટક (મો.નં. 98240 59293) અથવા જીજ્ઞેશભાઈ પોપટ (મો.નં. 98980 34451)નો સંપર્ક કરવા જણાવાયું છે.









