Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ ધામમાં મહાપ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવતું સોમૈયા દંપતી

મોરબીના જલારામ ધામમાં મહાપ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવતું સોમૈયા દંપતી

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબીના લોહાણા સમાજના અગ્રણી અનિલભાઈ સોમૈયાના પુત્ર રાજભાઈ તથા પુત્રવધુ નંદનીબેન દ્વારા તેમના લગ્નજીવનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી.

આ તકે રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા, અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા સહીતના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતું. પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના સોમૈયા પરિવારે લગ્નની વર્ષગાંઠ નિમિતે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments