Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબાળકોને એજ્યુકેશન કીટ આપી જન્મદિવસ અનોખી ઉજવણી કરતા મહિલા અગ્રણી

બાળકોને એજ્યુકેશન કીટ આપી જન્મદિવસ અનોખી ઉજવણી કરતા મહિલા અગ્રણી

મોરબી : મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડનો જન્મદિવસ હોય તેમણે મોરબીના મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેનબસેરા) ખાતે જરૂરિયાતમંદ લાભાર્થી, કબીર આશ્રમ આંગણવાડીના બાળકો સહિત આશરે 70થી વધુ બાળકોને એજ્યુકેશન કીટ આપી હતી અને જન્મદિવસ ઉજવ્યો હતો.

આ ઉપરાંત 175થી વધુ લોકોને બાસુંદી, પુરી, ખમણ, ઢોકળા, દાળ-ભાત, શાક, છાસ અને આઈસ્ક્રીમનું ભોજન કરાવ્યું હતું. આ સમયે પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, મોરબી શહેર ભાજપ પ્રમુખ રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, ભુપતભાઈ જારીયા તેમજ જયરાજસિંહ જાડેજા, જેન્તીભાઈ જેરાજ, આસિફભાઈ ઘાંચી સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments