Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા દ્વારા ચોમાસાને ધ્યાને લઇ હેલ્પલાઇન નંબરો જાહેર

મોરબી મનપા દ્વારા ચોમાસાને ધ્યાને લઇ હેલ્પલાઇન નંબરો જાહેર

ફરિયાદ નંબર : 02822 220551
પ્રિ-મોન્સુન કંટ્રોલ : 02822 220552
ઝાડ પડવાની ફરિયાદ : 02822 220553

મોરબી : આગામી સમયમાં વર્ષાઋતુ તેમજ હવામાન ખાતાની વખતો આગાહી ધ્યાને લઇ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી પ્રી-મોન્સુન પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચેરીના કામકાજના દિવસે રાઉન્ડ ધ કલોક જુદા જુદા કર્મચારીને ફરજ સોંપી કંટ્રોલ શરુ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા ૧૩ આરોગ્ય કેન્દ્ર પર જરૂરી તમામ પ્રાથમિક સારવારોની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મહાપાલિકા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા નિચાણવાળા વિસ્તારો (જયા પાણી ભરાવવાની શક્યતા હોય તેવા )ખાલી કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવે છે. જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર/વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય અને તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે હેતુ જાગૃત નાગરિક ફરિયાદ નંબર પર જાણ પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ફરિયાદ નંબર 02822 220551છે. પ્રિ મોન્સુન કંટ્રોલ માટે નંબર 02822 220552 છે. ઝાડ પડવાની ફરિયાદ માટે નંબર 02822 220553 છે. તેમ કુલદીપસિંહ વાળા- નાયબ મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments