Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બૌદ્ધનગર અને ભડિયાદ કાંટા નજીક જુગાર રમતા 10 ઝડપાયા

મોરબીના બૌદ્ધનગર અને ભડિયાદ કાંટા નજીક જુગાર રમતા 10 ઝડપાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બૌદ્ધનગર અને ભડિયાદ કાંટા પાસે બે અલગ અલગ જુગાર દરોડા પાડી 10 આરોપીઓને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 25,400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ કાંટા પાસે જવાહર સ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ખીમજીભાઇ ગોવીંદભાઇ ચૌહાણ હરિભાઇ કલાભાઇ મકવાણા, કાદરભાઇ કાસમભાઇ પઠાણ, ચંદુભાઇ પોપટભાઇ શિહોરીયા અને રાજેશભાઇ મનુભાઇ મુછડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,100 કબજે કર્યા હતા.

જ્યારે બીજા દરોડામાં બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે દરોડો પાડી આરોપી રમેશભાઇ બીજલભાઇ મકવાણા, રમેશભાઇ કરશનભાઇ ચૌહાણ, અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા, કુવરજીભાઇ ઉર્ફે મુન્નો હિરાભાઇ વઘોરા અને જયેશભાઇ સંદીદાન ઇશરાણીને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments