Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૩ની સાંજે મેગા ફાઇનલમાં રોમાંચક મુકાબલો

સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ની સાંજે મેગા ફાઇનલમાં રોમાંચક મુકાબલો

મોરબી : કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે – નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ જે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ટોટલ ૧૦૭ દિવસ સુધી રમાયેલ છે. જેની ફાઇનલ મેચ આજે સાંજે ૭.૦૦ વાગ્યે મહાનુભાવો – લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજનાં ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રમાશે. દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમને બિરદાવવા ઉપસ્થિત રહેતા ખેલ રસિકોનો આભાર માનતાં સાંસદ વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે સતત ૧૦૭ દિવસ રમાયેલ મેચો માં ટોટલ ૫૮૮ ટિમો માં ૮૮૨૦ ટોટલ ખેલાડીઓ એ રસ પૂર્વક ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૬ મહિલા ટિમ નાં ૨૪૦ મહિલા ખેલાડીઓ એ ૪ દિવસ માં ૧૫ જેટલી મેચો રમી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

સાંસદે જણાવ્યું હતું કે કચ્છ ની સૌથી મોટી ઓપન ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની આજે ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારે ‘મેગા ફાઇનલ’ રમાશે જેમાં માં ઇલેવન ટિમ સામે ટાઈગર ઓફ વી ટિમ વચ્ચે સાંજે ૭ વાગ્યે ભવ્ય જંગ ખેલાશે. મેચોનું લાઈવ પ્રસારણ ATV યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.

ખેલાડીઓને જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાત નાં ખ્યાતનામ ખેલાડીઓ ૧. મુંબઈ ઈન્ડિયન્સ નાં ખેલાડી હારવિક દેસાઇ, ૨. માજી રણજી ટ્રોફી ખેલાડી મોહનસિંહ જાડેજા, ૩. માજી રણજી ટ્રોફી ખેલાડી ફિરોજભાઈ, ૪. સુનિલભાઈ શુક્લા, ૫. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો. નાં રણજી ટ્રોફી નાં માજી કોચ મહેશભાઈ ચૌહાણ, તથા ૬. બીપીનભાઈ પુજારા ઉપસ્થિત રહેશે.

દરેક ૫૮૮ ટીમો નાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો – મહાનુભાવો નાં સન્માન અને ‘મેગા ફાઇનલ’ માં ભાગ લેતી બંને ટીમો ને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવશે તેમ સાંસદે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments