Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રબારી ભરવાડ સમાજ અષાઢી બીજેને મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવશે,...

મોરબીના રબારી ભરવાડ સમાજ અષાઢી બીજેને મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવશે, .27મીએ ભવ્ય રથયાત્રા

મહેન્દ્રપરા શેરી નં ૧૭થી મચ્છુ માતાજી મંદિર સુધી નીકળનાર શોભાયાત્રામાં દાંડીયારાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતોની રમઝટ બોલશે

મોરબી : ભરવાડ સમાજ તથા રબારી સમાજના મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમીત્તે પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ માલધારી સમાજ દ્વારા અષાઢી બીજે તા.27ને શુક્રવારે રથયાત્રાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સવારે ૯:૦૦ કલાકે શ્રી મચ્છુ માતાજીની જગ્યા – મહેન્દ્રપરા શેરી નં ૧૭ થી શોભાયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થશે. યુવક અને યુવતીઓ દાંડીયારાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતો રમતા શ્રી મચ્છુ માતાજી મંદિર (કોઠે), દરબારગઢ પહોંચશે. આ વેળાએ ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારો સુરો રેલાવશે. આ ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજના ભાઈઓ, બહેનો તથા યુવાનો તથા વૃધ્ધ સૌને માતાજીના દર્શન કરવા તથા સંતદર્શન કરવાનો અવસર મળવાનો છે.

આ વેળાએ મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત દેવાભગત સુરાભગત ગોલતર, રતનપુરીજી કેદારપુરીજી, રોહિતપુરીજી પાપનાસણા સહિતના સંતો ઉપસ્થિત રહેશે. જે. કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે ૧૦-૦૦ કલાકે ડાક ડમરુની રમઝટ પણ બોલાવવામાં આવશે. આ મહોત્સવમાં પધારવા ભરવાડ અને રબારી સમાજને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments