Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં છ શખ્સોએ બે યુવાનને આંતરી રૂ.50 હજારથી વધુની લૂંટ ચલાવી ફરાર

મોરબીમાં છ શખ્સોએ બે યુવાનને આંતરી રૂ.50 હજારથી વધુની લૂંટ ચલાવી ફરાર

મોરબી : મોરબી શહેર જિલ્લામાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતા એકલ દોકલ મજૂરો પાસેથી મોબાઈલ રોકડની લૂંટની અવાર નવાર બની રહેલી ઘટનાઓ વચ્ચે હરિપર કેરળા નજીક તેમજ અમરેલી – વીસીપરા રોડ ઉપર બે અલગ અલગ ઘટનામાં બે બાઈક ઉપર આવેલ છ શખ્સોએ બે યુવાનને માર મારી 50 હજાર રોકડા તેમજ સોનાના ચેનની લૂંટ કરી હવામાં ઓગળી જતા બાઈકર્સ ગેંગને દબોચી લેવા પોલીસે દોડધામ શરૂ કરી છે.

મોરબીના હરિપર કેરાળા નજીક વેલેન્જા નામની ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા ફરિયાદી પ્રકાશ ઉર્ફે પકો રામુભાઈ મંદરિયા ઉ.45 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.17ના રોજ સાંજના સમયે કારખાના નજીક ચા લેવા માટે જતો હતો ત્યારે બે બાઈકમા આવેલ છ શખ્સોએ તેમને રોકી બેઝ બોલના ધોકા વડે માર મારી 30 હજારની લૂંટ કરી નાસી ગયા હતા. આવા જ બીજા બનાવમાં મોરબીના વીસીપરા અમરેલી રોડ ઉપર પણ બાઈક ઉપર આવેલ અજાણ્યા છ શખ્સોએ સાહેદ વિશ્વરાજસિંહ જાડેજાને માર મારી 20 હજાર રોકડા તેમજ સોનાના ચેન અને મોટર સાયકલની લૂંટ ચલાવી નાસી જતા કોઈ કાલી નામના અજાણ્યા દાઢી વાળા શખ્સ સહિત છ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુન્હો નોંધી સમી સાંજે લૂંટને અંજામ આપનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments