Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં માત્ર અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરાયું

મોરબીમાં માત્ર અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરાયું

મયુર નેચર ક્લબ, અને વન વિભાગ અને  મોરબી અપડેટ દ્વારા આયોજિત રોપા વિતરણ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી : મયુર નેચર ક્લબ-મોરબી,મોરબી અપડેટ  અને વન વિભાગ- મોરબી દ્વારા આજે ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર અઢી કલાકમાં જ 1600 રોપાનું વિતરણ થયું હતું.

મોરબીના શનાળા રોડ પર રામ ચોકમાં કભીબી બેકરી પાસે વિવિધ ઘટાદાર વૃક્ષોના નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થવાનો હતો. જો કે સવારે 7:30 વાગ્યાથી લોકોની લાઈન લાગતા રોપા વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી, ખાટી આંબલી સહિતના વૃક્ષના રોપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મયુકઆર નેચર ક્લબના ચેરમેન એમ.જે.મારૂતિ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments