Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 45 ઘેટાં બકરાને બચાવ્યા

મોરબીમાં બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 45 ઘેટાં બકરાને બચાવ્યા

ગૌરક્ષકોએ અબોલજીવોને બચાવી પાંજરાપોળમાં મોકલ્યા

મોરબી : મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે બોલેરોમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 45 ઘેટા-બકરાને ગૌરક્ષકોએ બચાવી પાંજરાપોળમાં મુક્યા છે. સાથે પોલીસ મથકે આ મામલે ફરિયાદ પણ કરી હતી.

મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ આવી રહી છે. જેમાં ઘેટા- બકરા ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહ્યા છે. આ વાહન નંબર GJ 12 BX 1949 જે કચ્છથી માળીયા થઈને મોરબી બાજુ આવતું હોય ત્યારે ગૌરક્ષકોએ રવિરાજ ચોકડીએ રોકીને તેમાં ચેક કરત 45 ઘેટા- બકરાને ક્રૂરતાપૂર્વક હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ બાજુથી ભરેલા હોય અને મોરબીમાં કુબેર ટોકીઝ પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ જીવને બચાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી તમામ જીવોને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments