Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિધાર્થીએ હાર્દ બાપોદરીયાએ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

મોરબીના વિધાર્થીએ હાર્દ બાપોદરીયાએ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

મોરબી : તાજેતરમાં રાજકોટ ખાતે ઓપન ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધાનું તા ૨૨/૦૬/૨૦૨૫ રોજ આયોજન કરવામાં આવ્યું હતું .જેમા મુળ ટીંકર(રણ) – મોરબી ના હાર્દ ક્રિપાલભાઇ બાપોદરીયા એ જે મોરબી ની નાલંદા વિધાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરેછે જેને ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધામા બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ જીત્યો છે અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

માત્ર 8 વર્ષની ઉંમરના હાર્દ બાપોદરીયાએ રાજ્યકક્ષાની ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે, 8 વર્ષના હાર્દ બાપોદરિયાના શરીરનું વજન 39 કિલો છે.જ્યારે તેણે આ સ્પર્ધામાં 65 કિલો ડેડલિફ્ટ કરીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સિદ્ધિ બદલ હાર્દ એ સમગ્ર ગુજરાત અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments