Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 27 જુલાઈએ રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ

મોરબીમાં 27 જુલાઈએ રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ

11 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓને માર્કશીટ જમા કરવવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે 27 જૂલાઈ ને રવિવારના રોજ 53મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ્વતી સન્માન સમારોહ મોરબીના લીલાપર રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાશે.

સરસ્વતી સન્માન સમારોહમાં રાજપૂત સમાજના ધોરણ 5 થી લઈને કોલેજ સુધીના ઉચ્ચત્તમ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. તો મોરબી જિલ્લામાં વસતા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ 11 જુલાઈ સુધીમાં જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. માર્કશીટ જમા કરાવવા માટે મહાવિરસિંહ જાડેજા- ચાંદલી મો.નં. 9879400007, હરદેવસિંહ જાડેજા- ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી મો.નં. 9825195661, મહાવિરસિંહ જાડેજા- શક્તિ કોર્પોરેશન બોય્ઝ હાઈસ્કૂલ પાસે, મોરબી મો.નં. 9925020249, જશવંતસિંહ ઝાલા- સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી મો.નં. 9033600303, રાજભા સોઢા- ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી મો.નં. 9825673936નો સંપર્ક કરવા પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments