Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં પારકી જમીન ઉપર ગેરકાયદે દુકાન ખડકી દેતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

વાંકાનેરમાં પારકી જમીન ઉપર ગેરકાયદે દુકાન ખડકી દેતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

વાંકાનેર : વાંકાનેર શહેરના જડેશ્વર રોડ ઉપર રાજકોટના રહેવાસી વૃધ્ધના 100 વારના પ્લોટ ઉપર દુકાન બનાવી પ્લોટ કબ્જે કરી લેનાર આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા થયેલી અરજી મંજુર થતા સીટી પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ગીરીશકુમાર મૂળશંકર રાવલ ઉ.61 નામના વૃદ્ધને વાંકાનેર નગર પાલિકા દ્વારા ઘરવિહોણા શહેરી ગરીબ પરિવારને વસવાટ માટેની યોજના હેઠળ 100 ચોરસ વારનો પ્લોટ અહીંના જડેશ્વર રોડ ઉપર આપ્યો હોય જે પ્લોટ ઉપર આરોપી રાજેશ ગોરધનભાઇ મકવાણા રહે.દિગ્વિજયનગર, પેડક, વાંકાનેર વાળાએ પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાન બનાવી લેતા ફરિયાદી ગિરીશકુમાર રાવલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરી હતી. જે અરજી મંજુર થતા વાંકાનેર સીટી પોલીસે આરોપી રાજેશ મકવાણા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments