મોરબી : મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે ઘેટા બકરા પસાર થઈ રહ્યા હોવાથી જીજે – 18 – ઝેડ – 6698 નંબરના એસટી બસના ચાલક અમુભાઈ રાણાભાઈ ધ્રાંગાએ પોતાની બસ ઉભી રાખી દેતા પાછળથી આવતા જીજે – 39 – ટી – 1462 નંબરના ટ્રક ચાલક પુખરાજ ગોમારામ ચૌધરીએ બ્રેક ન મારતા કન્ટેનર ટ્રક એસટી બસના ઠાઠામાં અથડાતા એસટી બસમાં મોટી નુક્શાની થઈ હતી.અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.








