Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માટે યોજાયેલ ચૂંટણીની આજે મતગણતરી

મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માટે યોજાયેલ ચૂંટણીની આજે મતગણતરી

મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઈ છે. મોરબી જિલ્લામાં કુલ 40 ગ્રામ પંચાયતો જેમાં 27 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે. જેમાં 53 સરપંચ પદના ઉમેદવાર અને 261 સભ્યોના ભાવિ ખુલશે. આ ઉપરાંત પેટા ચૂંટણીમાં 20 સરપંચ અને 12 સભ્યોના પણ ભાવિનો ફેંસલો આજે થશે.

ઘુંટુ સ્થિત પોલિટેક્નિક કોલેજ ખાતે મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી ચાલી રહી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 9 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. આ પ્રથમ રાઉન્ડમાં મોરબી તાલુકાના આમરણ, ધરમપુર, જીવાપર (આ.), આંદરણા, ધુળકોટ, લક્ષ્મીનગર, ઉટબેટ (શા.), અણીયારી, રાજપર (કું.) ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments