Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજપર (કું.) ગામના સરપંચ પદે નર્મદાબેન ધોરીયાણી 408 મતે વિજેતા

રાજપર (કું.) ગામના સરપંચ પદે નર્મદાબેન ધોરીયાણી 408 મતે વિજેતા

મોરબી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે અને ધીમે ધીમે પરિણામો બહાર આવી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. મોરબીના રાજપર (કુંતાસી) ગામ આઝાદી સમયથી સમરસ થતું આવ્યું છે. જો કે આ વખતે પ્રથમ વખત સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દુરબીન નિશાનના ઉમેદવાર નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી સરપંચ પદે ચૂંટાય આવ્યા છે. આજે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં દુરબીનના ઉમેદવાર નર્મદાબેન ધોરીયાણી 408 મતે વિજેતા થયા છે.

આ અંગે સરપંચ પદે ચૂંટાયેલા નર્મદાબેન ધોરીયાણીએ જણાવ્યું હતું કે, આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. મને મત આપવા બદલ તમામ ગ્રામજનોને આભાર. હવે અમે ગામમાં સૌ સાથે મળીને સૌને સંતોષ થાય તેવા કામ કરીશું. ગામને ડિજિટલ ગામ બનાવીશું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments