Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પીપળી ગામે બંધ ટ્રક પાછળ રીક્ષા અથડાયો: એકનું મોત

મોરબીના પીપળી ગામે બંધ ટ્રક પાછળ રીક્ષા અથડાયો: એકનું મોત

મોરબી તાલુકાના પીપળી ગામે મનીષ કાંટા પાસે ગત તા.20ના રોજ જીજે -03 – બીડબ્લ્યુ – 5152 નંબરના ટ્રક ચાલકે કોઈપણ આડશ મુક્યા વગર કે સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યા વગર રોડ ઉપર ટ્રક ઉભો રાખી દેતા જીજે – 36 – યુ – 9410 નંબરની રીક્ષા લઈને જઈ રહેલ જયેશભાઇ પ્રભુભાઈ જીતિયા નામના યુવાનની રીક્ષા ટ્રક પાછળ અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા જયેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા પ્રભુભાઈ જીતિયા રહે.ગાળા ગામ, મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments