Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પ્રયાસોથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચાઈ

મોરબીમા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પ્રયાસોથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચાઈ

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરના સુનિયોજીત વિકાસ માટે મોરબી મહાનગરપાલિકામાં ભળેલા તથા નજીકના ગામોનો સમાવેશ કરીને મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગત એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારે કાંતિભાઈ અમૃતિયાની આ રજૂઆત ફળી છે અને સરકાર દ્વારા મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 23 જૂનના રોજ નોટિફિકેશન બહાર પાડીને મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જેનાથી મોરબીના વિકાસને વધુ વેગ મળશે. ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments