Sunday, April 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની આયુષ હોસ્પિટલે 69 વર્ષના વૃદ્ધાને પેરાલીસીસનો હુમલો આવતા સફળ સારવાર આપી

મોરબીની આયુષ હોસ્પિટલે 69 વર્ષના વૃદ્ધાને પેરાલીસીસનો હુમલો આવતા સફળ સારવાર આપી

મોરબીની આયુષ હોસ્પિટલમાં 69 વર્ષના માજીના બ્રેઈન સ્ટ્રોક (પેરાલીસીસના હુમલા ) જેવા અતિ ગંભીર રોગની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે. ખૂબ સારી રિકવરી આવતા માજીના પરિવારજનોએ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી છે.

આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ 14 જૂનના રોજ એક 69 વર્ષના વૃદ્ધા બેભાન અવશસ્થામાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા. જ્યાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે માજીને પેરાલીસીસનો હુમલો આવેલો છે. જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુનું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો હાથ અને પગ સંપૂર્ણ રીતે ખોટા પડી જવા, આવી બધી તકલીફો હતી. માજીની સારવાર સફળતાપુર્વક ડોક્ટર દ્વારા કરવામાં આવતા માજી હવે ભાનમા આવી ગયા છે. સંપૂર્ણપણે બોલવા માટેનો અવાજ પાછો આવી ગયો અને માજી હવે એમનો જમણો હાથ પણ ઊંચો કરી શકે છે. સાથે માત્ર 10 દિવસ પછીના ફોલો અપમાં આટલી સારી રીકવરી જોતા માજી અને એમના સગાઓ દ્વારા હોસ્પિટલ અને ડોક્ટરનો ખૂબ આભાર માનવમાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments