Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા નવા કાયદાની સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

મોરબીમા નવા કાયદાની સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

ચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ સાથે અભિપ્રાય પણ લેવાયા

મોરબી : મોરબી પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને 2 હજારથી લઈ 20 હજાર સુધીના ઇનામ જિલ્લા પોલીસવડા તેમજ અન્ય અધિકારીઓની પ્રેરક હાજરીમાં એનાયત કરાયા હતા.

મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત ત્રણ નવા કાયદા અંગે જનજાગૃતચિત્ર લાવવા અંગેની સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર રહ્યા હતા. જ્યારે ઓડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે અવની વાઢેર, બીજા નંબરે ડો.ફેની સુચક અને ત્રીજા નંબરે નંદિની સોની રહ્યા છે. ઉપરાંત વીડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી બીજા નંબરે ભાવિકા પારેખ અને ત્રીજા નંબરે મિતેશ દવે રહ્યા છે. વિજેતાઓને રૂપિયા બે હજારથી લઈ વીસ હજાર સુધીના રોકડ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇનામ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક, વી.બી.દલવાડી, રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ હાજર રહેલ અને તમામ વિજેતાઓને પોલીસ અધીક્ષક મોરબી દ્વારા પ્રમાણપત્ર તથા રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ હતા. હાજર રહેલ તમામ વિજેતાઓ સાથે ભવિષ્યમાં જન જાગૃતી માટે અન્ય શુ કાર્યક્રમો થય શકે તે બાબતે પ્રતીભાવો પણ લેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments