Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiSMCનો સપાટો : હળવદ નજીક બટેટાની બોરીની આડમાં લઈ જવાતા રૂ.18 લાખના...

SMCનો સપાટો : હળવદ નજીક બટેટાની બોરીની આડમાં લઈ જવાતા રૂ.18 લાખના બિયર ભરેલો ટ્રક ઝડપાયો, ડ્રાઇવરની ધરપકડ

મોરબી : હળવદના નવા દેવળીયા નજીક એસએમસીએ ગત મોડી રાત્રે રૂ.18 લાખની કિંમતનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસએમસીના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટની ટીમે હળવદ- માળિયા હાઇવે ઉપર નવા દેવળીયા ગામ પાસે ગત રાત્રીએ બિયર ભરેલો ટ્રક પકડ્યો છે. જેમાંથી બટેટાની બોરીઓની આડમાં છુપાવેલ 8298 બિયર ટીન કિંમત રૂ.18.25 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળીને રૂ.28.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બિયરના આ જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર મુકેશભાઈ પુનામારામ જંગુ રહે. રાજીવનગર, જાલોરની ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયર ડી.એસ.જાસોલ, બે અજાણ્યા લોકો, ટ્રક માલિક, દારૂનો જથ્થો મંગાવનાર સહિતના લોકો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments